Who We Are

About Our Farm
સવંત ૧૯૯૮ માં અમે આ ફાર્મ ની શરૂઆત કરી ત્યાર થી અમોએ આ ફાર્મ માં કોઈ પણ જાતનું રાસાણિક ખાતર અને ઝેર આપ્યું નથી કુદરતી રીતે જે પાક આવતો તેનો સ્વીકાર કરી લેતા હતા. ત્યાર પછી અમો બાગાયત વીશે જાણકારી લીધી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ની મુલાકાતો લઇ થોડી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી જેવી કે. ડ્રિપ ઇરીગેશન ફાર્મ માં લગાવી. ત્યાર પછી પ્રાકૃતિક ખેતીની શિબિરો કરી. તેમાંથી ઘણી માહિતી મળી ત્યાર પછી છેલ્લા ચાર વર્ષ થી સવંત. ૨૦૧૫ થી અમે પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી. અમે ગાય પાલન શરૂ કર્યું અને ગાય આધારિત ખેતીની પદ્ધતિઓ અપનાવી તો તેમાં જીવામૃત પાવાનું શરુ કર્યું અને તેમાં આયુર્વેદિક દવા બનાવીને છંટકાવ કરવાથી તેમજ જીવામૃત છંટકાવ કરવાથી સારામાં સારું રીજલ્ટ મળ્યું.
જમીનની ફળદ્રુપતા વધી.
ઝાડ ની તંદુરસ્તી વધી.
અળસિયા વધ્યા જે ખેડૂત મિત્ર છે
ફળ માખીયે વધી જેથી ફલીની કરણ સારું થાય.
વરસાદ નું પાણી જમીન માં ઉતરે.
ફળ ની સારી કોલીટી બને.
ઓરીજનલ કેસર કેરી નો સ્વાદ મળે.
કેરી ફળો નો રાજા કહેવાય પ્રાકૃતિક રીતે પકાવેલી કેરીનું માર્કેટિંગ કરવું પડતું નથી અમારા ફાર્મ થી ડાયરેક ગ્રાહક પાસે સિદ્ધિ કેરી પોહોંચેં છે. અત્યાર ના આ આધુનિક યુગ માં પુરા પૈસા આપવા છતાય સારી વસ્તુ ખવડાવવા વાળા ઓછા ખેડૂતો હોય છે. અમોને અમારા ગ્રાહક ને સારી વસ્તુ ખવડાવવાનો શોખ છે. અને અમારા ગ્રાહક ને પણ માં કૃપા પ્રાકૃતિક ફાર્મની કેરી ખાઈ ને ખુશ છે. અને પ્રાકૃતિક રીતે પકાવેલી કેરી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે.
વિટામિન C. હોય છે અને ફાઈબર અને પેક્ટીન છે. જે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે
પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. હૃદય ની બીમારી માટે રક્ષણ કરે છે.
વિટામિન A. હોય છે. આંખો માટે સારુ કામ કરે છે.
ઘણા બધા એન્ઝાઇઝીસ હોય છે.પાચન શક્તિ માટે સારુ કામ કરે છે.
પ્રોટીન + ફેટ , સોડિયમ , પોટેશિયમ , કોપર વિટામિન E. ગીરની કેસર કેરીમાં ઘણા એન્ઝાઇઝીસ હોય છે. કેરી ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ કરે છે.